Breaking

Wednesday 20 November 2019

જીંદગી #NLSH

જીંદગી સિતાફળ જેવી છે,
હજી માંડ ક્રીમની મજા લઈએ ત્યાં ઠળિયો આવી જાયછે..

વિશ્વાસ સ્ટીકર જેવો હોય છે.
બીજી વખત પહેલાં જેવો  ચોટતો નથી.

લાગણીનુ તો છે ઘાસ જેવુ,
ઉગી આવે જ્યા મળે ભીનાશ જેવુ..

મુઠ્ઠીભર નું હૈયુ
ને ખોબાભરનું પેટ,
મુદ્દા તો બેજ
તોય કેટકેટલી વેઠ..!!

કોઈકે પૂછ્યું,
"તમે આટલા બધા ખુશ
કેવી રીતે રહી શકો છો?"
મેં કહ્યું
કેટલાકનું સાંભળી લઉ છું
કેટલાકને સંભાળી લઉ છું.

શીયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ અને
લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.

જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને,
ના ગમ્યો જેને ધુમાડો કહી ગયા મને!!

મારી સાથે બેસીને સમય પણ રડ્યો એક દિવસ
બોલ્યો, તું મસ્ત વ્યક્તિ છે..
બસ હું જ ખરાબ ચાલી રહ્યો છુ..

શું વેંચીને તને ખરીદુ, એ "જિંદગી"
મારુ તો બધુ જ ગીરવી પડ્યું છે, જવાબદારીઓના બજારમાં..

જીંદગી ના છેલ્લા દિવસે પણ મોજ થઈ શકે,*
પણ...
 ખબર ના પડવી જોઈએ કે આજે જ એ છેલ્લો દિવસ છે...

ખબર છે કે મારૂં કશું પણ નથી
છતાં છોડવાનું મારૂં ગજું પણ નથી!

No comments: