Breaking

Friday 15 November 2019

મને પણ હતી #NLSH

“છેલ્લે મળ્યા ત્યારે ક્યાં ખબર હતી આખરી મુલાકાત છે,
તને મન ભરીને જોવાની ઈચ્છા મને પણ હતી…

આજે પણ જાઉં છું “આવજે” કીધું હતું એ જગ્યા એ,
તું આવીશ એવી રાહ આજે પણ હતી…

થંભી જાઉં છું આજે પણ આવીને એ જગ્યા એ,
હવા ના કણ કણ માં તારી મહેક આજે પણ હતી…

ચાલતા ચાલતા અટકી જાઉં છું એ જગ્યા એ,
તારા અવાજ ના પડઘા આજે પણ હું સાંભળતો હતો…

આજે પણ એકલો બેસીને વાતો કર્યા કરું છું એ જગ્યા એ,
આપણી દરેક મુલાકાત ની સાક્ષી એ જગ્યા પણ હતી…”

            ❤️ #NLSH

No comments: