અહેસાસ આપ #NLSH

મને તારા સ્પર્શનો અહેસાસ આપ
મારી ધડકનોને તારો શ્વાસ આપ.

નિઃસ્વાર્થ નથી મારો પ્રેમ તવ કાજ
માગ્યો નથી કદી એવો  સ્વાર્થ આપ.

કોઈ મતલબ નથી તારી ગઈકાલથી
બસ તું જ હોય જેમાં એવી આજ આપ.

નજરોની બેકરારી કેમ સમજાવું  તને
બસ એકવાર એને તલાશી આપ.

કશું પૂછશો નહીં સ્વપ્ન વિષે મને
તારા ઘર આંગણે બસ આશરો આપ.

ખામોશ ના રહેશોે જગતના સવાલોથી
તન્હાઈમાં નજરોથી એનો જવાબ આપ.

ધરા છું તેથી સર્વ કંઈ સહી લઈશ એમ
મને મારા ભાગનું એ આકાશ આપ.

તને તો મળી ગઈ હર મોડ પર વસંત
મને બસ પાનખરની શાંત સંધ્યા આપ.

ધરતી અને ગગન જેવું  છે આપનું મિલન
જાણું  છું છતાં  ય બસ એક આશા આપ.

વિરહમાં જ વીત્યા છે બહુ વર્ષો મારાં
હવે તો યાર ખીલેલો મધુમાસ આપ.

          ❤️ #NLSH