તુ આવ ને #NLSH

એકવાર ફરી જીંદગી મા મારી તુ આવ ને,
ફરી એ જ રીતે મારા દિલ મા તુ આવ ને,

વરસી હતી જેમ તુ મારી પર પ્રિત બની ને,
આજે ફરી એ જ મહોબ્બત તુ વરસાવ ને,

જો હુ બગડી રહ્યો છુ તારી બીક નથી ને,
એકવાર ફરી મારી આદતો તુ સુધાર ને,

આજકાલ ભાન નથી જમવાના સમય નુ,
પહેલાની જેમ એકવાર મને તુ ધમકાવ ને,

ક્યા જાણતો હતો હુ તો આ મહોબ્બત ને, ફરી એકવખત મહોબ્બત તુ સમજાવ ને,

કોણ સમજી શકે મને તારા કરતા વધારે,
ફરી "PAGAL" ને પોતાનો તુ બનાવ ને..

           ❤️ #NLSH

મારી આંખમાં #NLSH

તું સુરજને કહી દે
સંધ્યાને શણગારે એકાંતમાં…

તું સાથેના હોય ત્યારે
મને સતાવે ના સાંજમાં… 

એક તો વિરહ વેરીને
બીજી વેરણ તારી યાદ… 

ઉફ્ફ.. આ સિંદુરી સાંજ સજન
ખટકે છે મારી આંખમાં ..

❤️ #NLSH

साथ #NLSH

खूबियाँ इतनी तो नही हम मे,
की किसी के दिल मे हम घर बना पाएंगे,

पर भुलाना भी आसान ना होगा,
हम साथ कुछ ऎसा निभा जाएंगे !!

❤️  #NLSH

પ્રેમની #NLSH

પ્રેમ ની સાબિતી કોઈ કેવી રીતે આપે ?
આંખ ના ઊંડાણ ને કોઈ કેવી રીતે માપે ?

શબ્દો માં ઢંકાયા છે ગુઢ રહસ્યો બધા 
મૌન ના સત્ય કોઈ કેવી રીતે ઢાંકે ?

અરસ-પરસ થી જ ઓળખાયા આપણે 
આપણને હવે જુદા કોઈ કેવી રીતે  રાખે?

છુપાવી લઉં તને દિલ ના કોઈ ખૂણા માં 
જોઉં મારું હૃદય કોઈ કેવી રીતે કાપે ?

અટકવું નથી ક્યાય, બસ ચાલવું તારી સાથે 
હાથ ઝાલી ને નીકળી પડું તું જે મારગ આપે

         ❤️ #NLSH

તું આવી તો જો #NLSH

મારી બની મારી વેદના કદી માપી તો જો 
મુજ હ્રદયના દર્દને તુજ હૃદયે રાખી તો જો

વિસ્તાર તારી નજરનું આભ મારી આંખ સુધી 
દર્દ મારુ તારા હૃદયને ક્ષણભર આપી તો જો

નદી નહિ.. આંખો તારી દરિયો થઇ છલકશે 
મારી જેમ ઝખમને છાતીસરસા ચાંપી તો જો 

તારી તરસ આ આંખમાં આંસુ બની વિસ્તરી 
ડૂબશે તું રણમાં,મારી આંખમાં ઝાંખી તો જો 

છીપે જો તારી તરસ હું આંસુના જામ મોકલું 
બળી જશે હોઠ આંસુ હસીને પચાવી તો જો

પડી છે તિરાડો દિલમાં તારા અઠંગ મૌનથી 
શબ્દોનું લીપણ કરી નવું રૂપ આપી તો જો 

વહે જો લાગણીના પુર ના રોક વહેવા દે એને 
હું સમયને રોકી લઈશ તું એકવાર આવી તો જો 

પૂછી જો થશે દિલ તારું પણ સહેમત મારી સાથે
દિમાગને છોડી કોક'દી દિલનું રાજ સ્થાપી તો જો

              ❤️ #NLSH

તું #NLSH

આ સાંજની શૂન્યતા 

આંખોમાં ઉતરે તે પહેલા 
પાછળથી આવી આંખ દાબીશ તું?

વાયદાની વેલ પર
ફૂટી તો છે અસંખ્ય કળીઓ 

એમા એકાદ બે ફૂલ
મારા નામે રાખીશ તું?

સપનાની સોડમાં સુતેલી જિંદગીને  
જરા હળવે હાથેથી બાથમાં લઈ

તારા હોઠોના પરવાળાથી પોંખીશ તું?
મારે ક્યાં તારા બધ્ધા 

અરમાનોની પાલખીમાં બેસવું છે
એકાદ બે સ્વપ્નય પુરા કરીશ

તોય હું ખુશ છું!!!
બોલ કરીશ તું ?

❤️ #NLSH

કેટલીક ક્ષણો #NLSH

સમયની પેલે પાર..
અટકી ગયેલી કેટલીક ક્ષણો

આંખ બંધ કરુને અથડાય છે...
ભીતર ભરાયેલું એક જણ.. 

અચાનક પ્રગટ થાય છે...
થાય કે થંભાવી દઉં..

સમય સાથે શ્વાસ...
પણ...એમ ..

રેતશીશી આડી પડવાથી..
સમય ક્યાં રોકાય છે?

❤️ #NLSH

यादें #NLSH

सिसकियाँ लेता है वजूद मेरा गालिब,
नोंच नोंच कर खा गई तेरी याद मुझे।

एक अजीब सी जंग छिड़ी है तेरी यादों को लेकर,
आँखे कहती हैं सोने दे… दिल कहता है रोने दे....

❤️  #NLSH

પ્રીતનું પાગલપણું #NLSH

જો તો ખરી.. 

મારી પ્રીતનું પાગલપણું..
ખબર છે કે.. 

હૃદય રણ છે તારું..
તોય હસીને સ્વીકારું છું..

તરસ વ્હાલી કરી છે મેં..
સુષ્કતા છાતીએ વળગાડુ છું..

બસ એજ આશાએ કે
બસ તું એકવાર નજર મિલાવે...

પછી શું?
અરે...જાણે છે?..

ઝાંઝવાની નદીમાંય
કમળ ઉગાડવાનું હુનર હું રાખુ છું..

    ❤️ #NLSH

તારા પ્રેમની શીતળ છાયા #NLSH

સાચું કહું છું..
તારા પ્રેમની શીતળ છાયા હશેને તો.. 

જીવનની બળબળતી બપોરમાંય 
તારી સાથે ખુલ્લા પગે..

સ્હેજ પણ ફરિયાદ વગર હું ચાલીશ
પ્રોમિસ..પણ..

તાપ આવો આકરો
તારાથી સહેવાય નહિ કહી..

લાગણીઓ ને મારી..
આમ જીવતી ના બાળીશ..

  ❤️ #NLSH