તું #NLSH

આ સાંજની શૂન્યતા 

આંખોમાં ઉતરે તે પહેલા 
પાછળથી આવી આંખ દાબીશ તું?

વાયદાની વેલ પર
ફૂટી તો છે અસંખ્ય કળીઓ 

એમા એકાદ બે ફૂલ
મારા નામે રાખીશ તું?

સપનાની સોડમાં સુતેલી જિંદગીને  
જરા હળવે હાથેથી બાથમાં લઈ

તારા હોઠોના પરવાળાથી પોંખીશ તું?
મારે ક્યાં તારા બધ્ધા 

અરમાનોની પાલખીમાં બેસવું છે
એકાદ બે સ્વપ્નય પુરા કરીશ

તોય હું ખુશ છું!!!
બોલ કરીશ તું ?

❤️ #NLSH

કેટલીક ક્ષણો #NLSH

સમયની પેલે પાર..
અટકી ગયેલી કેટલીક ક્ષણો

આંખ બંધ કરુને અથડાય છે...
ભીતર ભરાયેલું એક જણ.. 

અચાનક પ્રગટ થાય છે...
થાય કે થંભાવી દઉં..

સમય સાથે શ્વાસ...
પણ...એમ ..

રેતશીશી આડી પડવાથી..
સમય ક્યાં રોકાય છે?

❤️ #NLSH

यादें #NLSH

सिसकियाँ लेता है वजूद मेरा गालिब,
नोंच नोंच कर खा गई तेरी याद मुझे।

एक अजीब सी जंग छिड़ी है तेरी यादों को लेकर,
आँखे कहती हैं सोने दे… दिल कहता है रोने दे....

❤️  #NLSH

પ્રીતનું પાગલપણું #NLSH

જો તો ખરી.. 

મારી પ્રીતનું પાગલપણું..
ખબર છે કે.. 

હૃદય રણ છે તારું..
તોય હસીને સ્વીકારું છું..

તરસ વ્હાલી કરી છે મેં..
સુષ્કતા છાતીએ વળગાડુ છું..

બસ એજ આશાએ કે
બસ તું એકવાર નજર મિલાવે...

પછી શું?
અરે...જાણે છે?..

ઝાંઝવાની નદીમાંય
કમળ ઉગાડવાનું હુનર હું રાખુ છું..

    ❤️ #NLSH

તારા પ્રેમની શીતળ છાયા #NLSH

સાચું કહું છું..
તારા પ્રેમની શીતળ છાયા હશેને તો.. 

જીવનની બળબળતી બપોરમાંય 
તારી સાથે ખુલ્લા પગે..

સ્હેજ પણ ફરિયાદ વગર હું ચાલીશ
પ્રોમિસ..પણ..

તાપ આવો આકરો
તારાથી સહેવાય નહિ કહી..

લાગણીઓ ને મારી..
આમ જીવતી ના બાળીશ..

  ❤️ #NLSH

જીંદગી #NLSH

જીંદગી સિતાફળ જેવી છે,
હજી માંડ ક્રીમની મજા લઈએ ત્યાં ઠળિયો આવી જાયછે..

વિશ્વાસ સ્ટીકર જેવો હોય છે.
બીજી વખત પહેલાં જેવો  ચોટતો નથી.

લાગણીનુ તો છે ઘાસ જેવુ,
ઉગી આવે જ્યા મળે ભીનાશ જેવુ..

મુઠ્ઠીભર નું હૈયુ
ને ખોબાભરનું પેટ,
મુદ્દા તો બેજ
તોય કેટકેટલી વેઠ..!!

કોઈકે પૂછ્યું,
"તમે આટલા બધા ખુશ
કેવી રીતે રહી શકો છો?"
મેં કહ્યું
કેટલાકનું સાંભળી લઉ છું
કેટલાકને સંભાળી લઉ છું.

શીયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ અને
લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ.

જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને,
ના ગમ્યો જેને ધુમાડો કહી ગયા મને!!

મારી સાથે બેસીને સમય પણ રડ્યો એક દિવસ
બોલ્યો, તું મસ્ત વ્યક્તિ છે..
બસ હું જ ખરાબ ચાલી રહ્યો છુ..

શું વેંચીને તને ખરીદુ, એ "જિંદગી"
મારુ તો બધુ જ ગીરવી પડ્યું છે, જવાબદારીઓના બજારમાં..

જીંદગી ના છેલ્લા દિવસે પણ મોજ થઈ શકે,*
પણ...
 ખબર ના પડવી જોઈએ કે આજે જ એ છેલ્લો દિવસ છે...

ખબર છે કે મારૂં કશું પણ નથી
છતાં છોડવાનું મારૂં ગજું પણ નથી!

તારો પ્રેમ , તારી યાદ #NLSH

“તારો પ્રેમ મારી કમજોરી નથી,
પણ મારી તાકાત છે…

તારી યાદ મારી બેચેની નથી,
પણ મારી તાજગી છે..

તારા પ્રેમ ની કોઈ અપેક્ષા નથી,
પણ પ્રેમ નિભાવવો મારી ફરજ છે..

તારા આવવાનો ઇંતજાર મારી સજા નથી,
પણ મારા જીવવાનું કારણ છે….

આમ તો કવિતા લખવાનો મને કોઈ શોખ નથી,
પણ દિલ હળવું કરવાનું આ એક બહાનું છે."

            ❤️ #NLSH

તારો પ્રેમ #NLSH

તારો પ્રેમ મારી કમજોરી નથી,
પણ મારી તાકાત છે…

તારી યાદ મારી બેચેની નથી,
પણ મારી તાજગી છે..

તારા પ્રેમ ની કોઈ અપેક્ષા નથી,
પણ પ્રેમ નિભાવવો મારી ફરજ છે..

તારા આવવાનો ઇંતજાર મારી સજા નથી,
પણ મારા જીવવાનું કારણ છે….

આમ તો કવિતા લખવાનો મને કોઈ શોખ નથી,
પણ દિલ હળવું કરવાનું આ એક બહાનું છે.

            ❤️ #NLSH

મને પણ હતી #NLSH

“છેલ્લે મળ્યા ત્યારે ક્યાં ખબર હતી આખરી મુલાકાત છે,
તને મન ભરીને જોવાની ઈચ્છા મને પણ હતી…

આજે પણ જાઉં છું “આવજે” કીધું હતું એ જગ્યા એ,
તું આવીશ એવી રાહ આજે પણ હતી…

થંભી જાઉં છું આજે પણ આવીને એ જગ્યા એ,
હવા ના કણ કણ માં તારી મહેક આજે પણ હતી…

ચાલતા ચાલતા અટકી જાઉં છું એ જગ્યા એ,
તારા અવાજ ના પડઘા આજે પણ હું સાંભળતો હતો…

આજે પણ એકલો બેસીને વાતો કર્યા કરું છું એ જગ્યા એ,
આપણી દરેક મુલાકાત ની સાક્ષી એ જગ્યા પણ હતી…”

            ❤️ #NLSH

#NLSH બસ, એકવાર તું હા તો પાડી દે મને …

” તું શા માટે કરે જીદ એવી કે,ભૂલી જાવ તને,
ખબર જ છે હું નથી પામી શકવાનો તને..

કાઈ બચ્યું તો નથી તારી યાદ સિવા,
બસ!તારા યાદ ના દર્દ સાથે તો રહેવા દે મને…

કાશ એવો ચમત્કાર થાય અને આપણે એક થઇએ,
એવી ઉમ્મીદ સાથે તો જીવવા દે મને..

પ્રેમ કરું છું અને કરતો જ રહીશ તને,
બસ , આ ખ્યાલ થી તો જીંદગી વિતાવવા દે મને…

તું ગમે એટલી કોશિશ કરે પણ નહીં ભુલુ તને,
બસ, રોજ તને પામવાની કોશિશ તો કરવા દે મને…

તારા માટે હું મારી જિંદગી પણ ગીરવે મૂકી દઉં,
બસ, એકવાર તું હા તો પાડી દે મને ….”

        ❤️ #NLSH