મઝા આવે #NLSH

ઊગે સપનાંનાં ઝાડ તો મજા આવે!
હવાની જાણું નાડ તો મજા આવે!

કરી લેવો છે પ્રેમ ને ડરી ભાગું,
રહે નહિ બીકણ હાડ તો મજા આવે!

લડાઈ જામે શબ્દ-શબ્દ વચ્ચેની,
પડાવી નાખું રાડ તો મજા આવે!

કરી શબ્દોની સાધના બનું ભૂવો,
કરું સૌમાં વળગાડ તો મજા આવે!

હવે ‘રાજ’ હું તો બનીશ લૂંટારો,
ગઝલ પર પાડું ધાડ તો મજા આવે!

     ❤️ #NLSH

No comments:

Post a Comment