અહેસાસ આપ #NLSH

મને તારા સ્પર્શનો અહેસાસ આપ
મારી ધડકનોને તારો શ્વાસ આપ.

નિઃસ્વાર્થ નથી મારો પ્રેમ તવ કાજ
માગ્યો નથી કદી એવો  સ્વાર્થ આપ.

કોઈ મતલબ નથી તારી ગઈકાલથી
બસ તું જ હોય જેમાં એવી આજ આપ.

નજરોની બેકરારી કેમ સમજાવું  તને
બસ એકવાર એને તલાશી આપ.

કશું પૂછશો નહીં સ્વપ્ન વિષે મને
તારા ઘર આંગણે બસ આશરો આપ.

ખામોશ ના રહેશોે જગતના સવાલોથી
તન્હાઈમાં નજરોથી એનો જવાબ આપ.

ધરા છું તેથી સર્વ કંઈ સહી લઈશ એમ
મને મારા ભાગનું એ આકાશ આપ.

તને તો મળી ગઈ હર મોડ પર વસંત
મને બસ પાનખરની શાંત સંધ્યા આપ.

ધરતી અને ગગન જેવું  છે આપનું મિલન
જાણું  છું છતાં  ય બસ એક આશા આપ.

વિરહમાં જ વીત્યા છે બહુ વર્ષો મારાં
હવે તો યાર ખીલેલો મધુમાસ આપ.

          ❤️ #NLSH

ठंड #NLSH

चलो आज इस सर्दी का गुरुर तोड़ते हैं..

कंबल की जगह एक दूसरे को ओढ़ते हैं !!

#NLSH

મઝા આવે #NLSH

ઊગે સપનાંનાં ઝાડ તો મજા આવે!
હવાની જાણું નાડ તો મજા આવે!

કરી લેવો છે પ્રેમ ને ડરી ભાગું,
રહે નહિ બીકણ હાડ તો મજા આવે!

લડાઈ જામે શબ્દ-શબ્દ વચ્ચેની,
પડાવી નાખું રાડ તો મજા આવે!

કરી શબ્દોની સાધના બનું ભૂવો,
કરું સૌમાં વળગાડ તો મજા આવે!

હવે ‘રાજ’ હું તો બનીશ લૂંટારો,
ગઝલ પર પાડું ધાડ તો મજા આવે!

     ❤️ #NLSH

મળશું #NLSH

એકાદ ભવમાં તમને નવાબ થઈને મળશું,
સુંદર તમે બહુ છો ગુલાબ થઈને મળશુ.

ના વહાલું દવલું જાણે,ના તારું મારું જાણે,
કરશે ખુદા રહેમ તો સુરખાબ થઈને મળશું.

દિલની દુઆ છે પ્રિતમ અવ્વલ રહો સદાયે,
હારી જશું ને તમને ખિતાબ થઈને મળશું.

દરિયો દિલી પ્રણયનો ગઝલે બયાન કરશું,
હર શબ્દ માં છુપાઈ કિતાબ થઈને મળશું.

ફુરસત મળે અગર જો,ને વિતેલી યાદ આવે,
તસ્વીર ચુમી લેજો શરાબ થઈને મળશું.

એક દિન તો પૂછવાનો ઈશ્વર બધુંય તમને,
આંખોને બંધ કરજો જવાબ થઈને મળશું.

            ❤️ #NLSH

તને ક્યાં છે ખબર! #NLSH

તારી કિસ્મતમાં લખાયો છું,તને ક્યાં છે ખબર,
તારા માટે જ રચાયો છું,તને ક્યાં છે ખબર!

તારી નસનસમાં નશો થઈને સતત રખડું છું,
પ્રેમ થઈ દિલમાં ઘુંટાયો છું,તને ક્યાં છે ખબર!

રાતભર સપનાંમાં મહાલી છો હવે જાગ જરા,
થઈ કિરણ રુબરુ આવ્યો છું,તને ક્યાં છે ખબર!

મેં જ લૂછ્યાં છે બધાં આંસુ તારી આંખોનાં,
સ્મિત થઈ હોઠે છવાયો છું,તને ક્યાં છે ખબર!

સ્પર્શ થયો શા નો,વદન શા ને શરમાઈ ગયું,
ફૂલ થઈ પગલે દબાયો છું,તને ક્યાં છે ખબર!

રુપ છે તું,તો હું યૌવન છું,દુઆ કર તું મને,
હું તો તારા થી સવાયો છું,તને ક્યાં છે ખબર!

તીરછી આંખે તું દર્પણમાં જરા જો તો ખરી,
થઈ ‘રાજ’ઝુલ્ફે ગુંથાયો છું,તને ક્યાં છે ખબર!

               ❤️ #NLSH

જે બધા થી અલગ #NLSH

જે સામાન્ય લોકો કરે છે એ
કરશો તો સામાન્ય જ રહેશો.

બધા થી અલગ તરી આવવા માટે,
અસાધારણ જોખમ તો ઉઠાવુ જ પડે.

❤ #NLSH

તુ આવ ને #NLSH

એકવાર ફરી જીંદગી મા મારી તુ આવ ને,
ફરી એ જ રીતે મારા દિલ મા તુ આવ ને,

વરસી હતી જેમ તુ મારી પર પ્રિત બની ને,
આજે ફરી એ જ મહોબ્બત તુ વરસાવ ને,

જો હુ બગડી રહ્યો છુ તારી બીક નથી ને,
એકવાર ફરી મારી આદતો તુ સુધાર ને,

આજકાલ ભાન નથી જમવાના સમય નુ,
પહેલાની જેમ એકવાર મને તુ ધમકાવ ને,

ક્યા જાણતો હતો હુ તો આ મહોબ્બત ને, ફરી એકવખત મહોબ્બત તુ સમજાવ ને,

કોણ સમજી શકે મને તારા કરતા વધારે,
ફરી "PAGAL" ને પોતાનો તુ બનાવ ને..

           ❤️ #NLSH

મારી આંખમાં #NLSH

તું સુરજને કહી દે
સંધ્યાને શણગારે એકાંતમાં…

તું સાથેના હોય ત્યારે
મને સતાવે ના સાંજમાં… 

એક તો વિરહ વેરીને
બીજી વેરણ તારી યાદ… 

ઉફ્ફ.. આ સિંદુરી સાંજ સજન
ખટકે છે મારી આંખમાં ..

❤️ #NLSH

साथ #NLSH

खूबियाँ इतनी तो नही हम मे,
की किसी के दिल मे हम घर बना पाएंगे,

पर भुलाना भी आसान ना होगा,
हम साथ कुछ ऎसा निभा जाएंगे !!

❤️  #NLSH