29મીએ જાહેર થશે ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ, 8 વાગ્યાથી જોઈ શકશો ઓનલાઈન વેબસાઈટ પર

    ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આગામી 29મી મેના રોજ જાહેર થશે. તે દિવસે સવારે આઠ વાગ્યાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરિણામ મૂકવામાં આવશે, જ્યારે 11 વાગે શાળાઓમાં તેની માર્કશીટ મળશે.  વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત સેકેન્ડરી એજ્યુંકેશન બોર્ડ (જીએસઈબી)એ પોતાની વેબસાઈટ પર સવારે 8 વાગ્યા પછી ધોરણ-10 નું પરિણામ ખુલ્લું મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત જીએસઈબીએ ફોનલાઈન સેવા પણ શરૂ કરી છે જેમાં ફોન કરીને પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે.ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આગામી 29મી મેના રોજ જાહેર થશે. તે દિવસે સવારે આઠ વાગ્યાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરિણામ મૂકવામાં આવશે, જ્યારે 11 વાગે શાળાઓમાં તેની માર્કશીટ મળશે.

વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત સેકેન્ડરી એજ્યુંકેશન બોર્ડ (જીએસઈબી)એ પોતાની વેબસાઈટ પર સવારે 8 વાગ્યા પછી ધોરણ-10 નું પરિણામ ખુલ્લું મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત જીએસઈબીએ ફોનલાઈન સેવા પણ શરૂ કરી છે જેમાં ફોન કરીને પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે.


No comments:

Post a Comment